પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યનાં દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં કહ્યાં પ્રમાણે આ સિસ્ટમથી 3 દિવસ સુધી ફરી રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ રહેશે. સાથે જ 21 અને 22 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.