ગ્રીષ્માની અંતિમ યાત્રા આજે નીકળી. મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી અંતિમ યાત્રામાં મોડું થયું હતું. 12મી ફેબ્રુઆરી શનિવારે સાંજના સમયે ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. આજે 12 કિમી સુધીની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અંતિમ યાત્રાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનીલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.