સુરત શહેરના લિંબાયતમાં એક હૃદય દ્રાવક ઘટના બની છે. જેમાં ડેન્ગ્યૂ-મલેરિયાની દવા પીવડાવ્યા બાદ એક 4 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઘર આંગણે સરકારી કર્મચારી બનીને આવેલા ઈસમે બાળકીને રૂપિયા 120 લઈ ડેન્ગ્યૂ-મલેરિયાના નામે દવા પીવડાવી હતી. જોકે, આ દવા પીવડાવ્યા બાદ બાળકી રડવા લાગી હતી અને માતાએ તેને સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતી. બાળકી સવારે ન ઉઠતા માતા-પિતા તેને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હાલ બાળકીના મોતનું સાચું કારણ જાણવા માટે સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે.