સુરત પોલીસે વેસુ વિસ્તારમાંથી ફ્રેન્ડશીપ (Friendship) કરાવી આપવાના નામે ગ્રાહકોને છેતરતું એક કૉલસેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે કૉલસેન્ટરમાં કામ કરતા 20 યુવક યુવતીઓની ધરપકડ કરી છે.
આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના વડા રાહુલ પટેલે જણાવ્યું, ' સુરત પોલીસને ગૌતમ જોષી નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી મેસેજ આવ્યો હતો. કૉલસેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. તેમની ફરિયાદ પરથી ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જણાતું હતું. પોલીસે અરજદારની ફરિયાદના આધારે વેસુના યુનિયન સ્ફેર બિલ્ડિંગમાંથી દરોડો પાડી કૉલેસેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. કૉલસેન્ટરમાંથી 12 જેટલા કમ્પ્યુટર, 17 મોબાઇલ અને ATM કાર્ડ ઝડપી પાડવામાં આવ્યા છે. '