સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂમ કિસ્સો આવ્યો સામે આવ્યો છે. રમત રમતમાં ત્રણ મહિનાની બાળકીનું મોત થયુ છે. જો કે આ ઘટનામાં પિતા જ બાળકીને રમાડતા હતા તે દરમિયાન બાળકીનું મોત થયુ છે. ઘટના કઇક એવી છે કે પિતા પોતાની ત્રણ મહિનાની દીકરીને રમાડી રહ્યા હતા. પિતાએ પોતાની પુત્રીને હવામાં ઉછાળી હતી. વધુ ઊંચે ઉછળતા પુત્રીનું માથુ પંખાના પાંખીયામાં આવી ગયુ હતુ. જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયુ છે.