સુરત જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, તે સાંભળીને દંગ રહી જશો. આ ઘટનામાં પોતાના પુત્રને મળવા ગયેલ પિતાને પત્નીના પરિવારે ઢોર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાંકેદ થઈ છે, આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
સુરતના પુના ખાતે રહેતા ડો. મૌલિક પટેલના લગન 6 વર્ષ પહેલા ડો. સરોજ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ આ દંપતિ સેલવાસ ખાતે રહેતા હતા, તેમના લગ્ન જીવન દરમિયાન બે બાળક પણ છે. બીજા બાળકના જન્મ બાદ સરોજ બહેન ડિપ્રેસનમાં રહેતા હોવાને લઈને બે મહિના પહેલા સુસાઇટ કરી લીધું હતું. આ ઘટના બાદ સાસરીયાના મનમાં એવી ગ્રંથી છે કે, જમાઈના કારણે દીકરીનું મોત થયું છે.
આ ઘટના બાદ બંને બાળકો પર ડો. મૌલિકના સાસરી પક્ષવાળા દ્વારા બળજબરીથી કબજો લઇ લેવામાં આવ્યો હતો અને બાળકોને કામરેજ જિલ્લાની કિડઝોન સ્કૂલમાં ભણવા મુકવામાં આવ્યા હતા. બે મહિનાથી પિતાને બાળકો સાથે મુલાકાત પણ કરવા દેવામાં આવતી ન હતી. જેથી બાળકો સ્કૂલમાં મુક્યા હોવાની જાણકારી મળતા ડો. મૌલિક બાળકોને મળવા સ્કૂલે પોંહચ્યા હતા.
આ બાબતની જાણકારી સરોજ બહેનના પરિવારને થતા તે સ્કૂલ પર પહોંચ્યા હતા, અને પોતાના જમાઈને માર મારવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ઘટનાને પગલે ડો. મૌલિકે તેમના સાસરીના લોકો સામે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.