સુરતમાં એક એમ્બ્યુન્સમાંથી પોલીસે 25.80 કરોડ રુપિયાની નકલી નોટો જપ્ત કરી છે જેના પર 'રિવર્સ બેંક ઑફ ઈન્ડિયા' અને 'ફિલ્મમાં ઉપયોગ માટે' એમ છપાયેલુ છે તેમ એક અધિકારીએ જણાવ્યુ હતુ. પોલિસે કહ્યુ કે આ નકલી નોટો ફિલ્મમાં ઉપયોગ માટે મુંબઈ લઈ જઈ રહ્યા હતા. એમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઓળખ હિતેશ કોટડિયા તરીકે થઈ છે.