ગુજરાતમાં કેટલાક સમય ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો અતિભારે વરસાદ પડ્યો છે તેના લીધે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સર્જાઈ છે. સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ, વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ, સ્મીમેર હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે. રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.