રત સહિત રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમયાંતરે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરે છે. જે અંતર્ગત સુરતની જ એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દિવ્યાંગો માટે આશીર્વાદરૃપ એવી સિસ્ટમ તૈયાર કરી છે. તેમાં માઉસ વિના ત્રણ કલર કોડ, વેબ કેમેરા થકી હાથની આંગળી કે પછી શરીરના કોઇ ભાગના ઇશારાથી જ કમ્પ્યુટરનો ઉપયોગ થઇ શકે છે.