'મોદી સરનેમ' કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતની સુરત કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે 23 માર્ચે સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. બાદમાં તેમની સંસદની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી.