સુરતમાં ડાયમંડ ડ્રીમ સિટી ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટ માટે આ વર્ષના બજેટમાં રૂ. ૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરતમાં સહારા દરવાજાથી કરણીમાતા ચોક સુધીનો ફ્લાય ઓવર બનાવવા માટે રૂ. ૮૦ કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. તેવી જ રીતે ઉધનાથી સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ બનાવવા રૂ. ૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.