ભારત-ચીન સરહદ પર તંગદીલીના ભાગરૂપે દેશભરમાં લોકો ચીન વિરુદ્ધ ગુસ્સો જાહેર કરી રહ્યા છે. દેશના વિવિધ શહેરોમાં લોકો ચીની વસ્તુનો બહિષ્કાર રહ્યા છે. ત્યારે સુરતની એક કંપનીએ ચીનની જાયન્ટ કંપની અલીબાબા ડોટ કોમ સાથે 11 વર્ષ જૂનો કરાર રદ્દ કર્યો છે. સુરતના સચિન વિસ્તારના SEZમાં આ કંપની આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતની કાલિકા ઇન્ટરનેશલ કંપની દ્વારા ચીન સાથે ઉદ્યોગનો બોયકોટ કરાયો છે અને કોન્ટ્રાકટ રિન્યુ કરવાની સ્પષ્ટ ના પાડી છે. સુરતની આ કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયા છે. ઉપરાંત પ્રથમ કસ્ટમર હોય એમ 11 વર્ષથી ગોલ્ડન સપ્લાયર તરીકે વિશેષ દરજ્જો પણ કંપનીને મળ્યો હતો.
કંપનીના માલિક અને ઉદ્યોગપતિએ જણાવ્યુ કે આપણા સૈનિકોને મારે તેવા ચીન સાથે કોઈ વેપાર નહિં કરવામાં આવે. ધંધામાં નુકસાન જશે તો ચાલશે પરંતુ દેશના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાઈનાનો બહિષ્કાર જ આખરી વિકલ્પ છે. તેની સાથે જ ઉદ્યોગપતિએ અપીલ પણ કરી કે દેશના બધા ઉદ્યોગકારો અને વેપારીઓએ પણ ચીનનો બહિષ્કાર કરવો જોઈએ. ચીન સાથે વેપાર બંધ કરો અને દેશને મજબૂત કરો.
ઉલ્લેખનિય છે કે લદ્દાખ ખાતે ભારત-ચીન વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. તેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જે બાદથી સમગ્ર દેશમાં ચીન વિરુદ્ધ ‘બોયકોટ ચાઈના’ આંદોલન ચાલી રહ્યુ છે.