એક તરફ ગુજરાતમાં રૂપાણી સરકાર દારૂબંધીના નિયમોની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ સુરત મહાનગર પાલિકામાં ભાજપના નગર સેવક પિયૂષ શિવશક્તિવાલાનો દારૂના નશામાં ધૂત થઈને પોતાના મિત્રો સાથે ડાન્સ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. હવે રૂપાણી સરકારનો કાયદો ક્યાં? સુરતના નારગોલમાં પિયુષ શિવશક્તિવાળાએ દારૂના નશામાં ડાન્સ કર્યો. આ મહેફિલમાં 12 લોકોમાં પુત્ર-પિતા-કાકા પણ નશામાં સામેલ હતા. આ અંગે કોર્પોરેટરે જણાવ્યું કે, તેમની પાસે દારૂ પીવાની મેડિકલ પરમિટ છે. જોકે મેયર જગદીશ પટેલે તેને નૈતિક્તા વિરૂદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. આ ઉપરાંત પાર્ટીએ તેમને શૉ કોઝ નોટિસ પણ ફટકારી છે.