સુરત એરપોર્ટને નડતરરૂપ ફ્લેટધારકોના માટે સોમવારે રાહતના સમાચાર આવ્યા છે. ફ્લેટ ધારકોના હિતમાં સોમવારે નવસારીના સાંસદ સી આર પાટીલે બિલ્ડરો સાથે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંગ પુરી સમક્ષ રજુઆત કરી હતી. આ રજુઆત દરમ્યાન કેન્દ્રીય મંત્રીએ એરપોર્ટ ને નડતરરૂપ ઇમારતોને ડીમોલિશન નહી કરવામાં આવે તેવી ખાતરી આપતાં ફ્લેટમાલિકો એ નિરાંતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને (DGCA) સુરત એરપોર્ટમાં રન-વે ઉપર ફ્લાઇટ લેન્ડ કરવા અને ટેક ઓફ કરવામાં એપાર્ટમેન્ટની ઊંચાઈ આડે આવતી હોવાના મુદ્દે એરપોર્ટ નજીકના વેસુ રહેણાંક વિસ્તારના 17 પ્રોજેક્ટોની 70 ઈમારતોને નોટિસ પાઠવી હતી.