છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં નોંધાયેલા સાયબર ક્રાઈમમાં 248 કેસ સાથે સુરત પહેલા નંબરે, જ્યારે અમદાવાદ 239 કેસ સાથે બીજા નંબરે છે. રાજ્યમાં છ વર્ષમાં 1061 કેસ નોંધાયા,તેમાંથી સુરત અને અમદાવાદના જ 487 કેસ છે. એટલે કે 45 ટકાથી વધુ કેસ માત્ર આ બે શહેરમાં જ નોંધાયા છે. નોંધપાત્ર છે કે રાજ્યમાં દર વર્ષે સરેરાશ 176 સાયબર ક્રાઈમ નોંધાય છે.