કોરોના વાયરસના કારણે દેશમાં ત્રીજી વખત લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે ત્યારે કારીગર વર્ગની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. લાંબા સમયથી પોતાના વતન જવા માંગતા કારીગરોને સરકાર દ્વારા વતન મોકલવાની વ્યવસ્થાના નામે ફાકા ફોજદારી કરવામાં આવી રહી છે. લોકડાઉનના 40 દિવસ વિતી ગયા હોવા છતાં પણ સરકાર હજું સુધી કોઈ નક્કર પગલા ભરવામાં નિષ્ફળ રહી છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 50 જેટલા કામદારોએ સરકારના નામનું મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે કામદારોએ સ્થાનિક રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.