ઉત્તરપ્રદેશના લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાતનું કનેક્શન બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે ગુજરાત ATSએ સુરતમાંથી 6 લોકોની અટકાયત કરી છે. હજી વધુ લોકોની આ મામલામાં પૂછપરછ થઇ શકે છે. જણાવી દઈએ કે આ હત્યા માટે પ્લાસ્ટિકના ડબ્બામાં હથિયાર સંતાડવામાં આવ્યા હતા જે સુરતના ઉધનાની ધરતી ફરસાણ નામની દુકાનના હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે. જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દુકાનમાં તપાસ શરૂ કરી છે.