હાલમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યું છે. જોકે ગતરોજ પાસના નેતા અલ્પેશ કથીરિયાનો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમણે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી હતી. વિડીયો વાયરલ થતા તાત્કાલિક સુરત એસપી ઉષા રાડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને અલ્પેશ કથિરિયા સહિતના છ જણાની અટક કામરેજ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.