વર્ષ ૨૦૧૮માં ઇન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી અને અન્ય બેને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દિરા બેનરજીની વેકેશન બેન્ચે અર્નબ ગોસ્વામી, નીતીશ શારદા અને પરવીન રાજેશ સિંહને રૂપિયા ૫૦,૦૦૦ના બોન્ડ પર મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ ત્રણે આરોપીની મુક્તિમાં જરાપણ વિલંબ થવો જોઇએ નહીં અને મુંબઇ પોલીસ કમિશનર તથા જેલ સત્તાવાળા ઝડપથી તેમને મુક્ત કરવાની કાર્યવાહી કરે.