Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા, સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ટેક્સીચાલકની ઉદ્ધતાઈનો સામનો કરવો પડ્યો હતો. સંસદસભ્ય સુળેએ ટ્વિટ કરીને ટેક્સી ચાલકે કરેલા ગેરવર્તનની ફરિયાદ સીધા રેલવે મંત્રાલયને કરી હતી. તેમની ફરિયાદ પછી ટેક્સી ચાલક કુલજીતસિંઘ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રિયા સુળે ગુરવારે દેવગિરી એક્સપ્રેસથી પ્રવાસ કરીને મુંબઈ આવી રહ્યા હતા. ટ્વિટમાં આપેલી માહિતી અનુસાર કુલજીતસિંઘ મલ્હોત્રા નામનો ટેક્સી ચાલક દાદર ટર્મિનસ ખાતે ટ્રેનમાં પ્રવેશ કરીને પ્રવાસીઓને ભાડા માટે પૂછી રહ્યો હતો. મલ્હોત્રા સુપ્રિય સુળે પાસે પહોંચ્યો અને ભાડા માટે જણાવી રહ્યો હતો. સુળેએ એને બે વખત નકાર આપ્યો છતાં એ સાંભળતો નહોતો. એણે સુળેને આગળ ન જવા દેતા રોકી રાખ્યા. એટલું જ નહીં મોબાઈલ કાઢીને સુળે સાથે સેલ્ફી કાઢવા લાગ્યો. આ માહિતી આપતા સુળેએ ટેક્સી ચાલકની ટ્વિટ દ્વારા રેલવે મંત્રાલય પાસે ફરિયાદ કરી હતી. રેલવે મંત્રાલયે આ પ્રકરણની નોંધ લેવી અેવી વિનંતી તેમણે કરી હતી.
પોતાના આ અનુભવ જણાવતા કોઈ પણ ટેક્સી ચાલકને રેલવે સ્ટેશન અથવા એરપોર્ટની અંદર ન જવા દેતા તેમને ફક્ત ટેક્સી સ્ટેન્ડમાં ઊભા રહેવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી સુળેએ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ