બિહાર સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. સામવારે કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલા 65 ટકા અનામતને રદ કરવાના હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે.
બિહાર સરકારે એસસી, એસટી, ઓબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પટના હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને તેના પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ બિહાર સરકારે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ સપ્ટેમ્બરમાં આ મામલામાં વિગતવાર સુનાવણી હાથ ધરશે.