કેન્દ્રીય એજન્સી ઇડીને મની લોન્ડરિંગના અપરાધો સામે કાર્યવાહી માટે આપવામાં આવેલા અધિકારોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇડીને ધરપકડ અને સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે અને સાથે જ મની લોન્ડરિંગ કાયદામાં સુધારો કરવામાં આવ્યો તેને રદ કરવાની માગણી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વર્તમાન મની લોન્ડરિંગ કાયદામાં કરાયેલા સુધારાઓમાં કોઇ જ ખામીઓ નથી. તેથી સુપ્રીમ કોર્ટે અરજદારોની બધી જ માગો ફગાવી દીધી હતી અને ઇડીને અપાયેલી બધી જ શક્તિઓને યોગ્ય ઠેરવી હતી.