બિહારની નિતિશ કુમાર સરકારને સુપ્રીમ કોર્ટમાં ફટકો પડયો છે. બિહારમાં સરકારે એસસી, એસટી અને ઓબીસીની અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરી હતી, જેના પર પટના હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકવામાં આવ્યો હતો. પટના હાઇકોર્ટના આ સ્ટેને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો છે. હાલ આ મામલે બિહાર સરકારને કોઇ રાહત નથી આપી.