વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાને ૧૧ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ અર્પણ કર્યા હતા. સાથે જ મોદીએ સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. શનિવારે આયોજીત કાર્યક્રમ દરમિયાન તેમણે સીબીઆઇ અને ઇડી સામેની વિપક્ષની અરજી મુદ્દે પણ ટોણો માર્યો હતો. અને કહ્યું હતું કે કોર્ટે વિપક્ષને એક મોટો ઝટકો આપ્યો છે. ઇડી અને સીબીઆઇ સામેની વિપક્ષની અરજીની સુનાવણી કરવાની સુપ્રીમે ના પાડી દેતા મોદીએ આ કટાક્ષ કર્યો હતો.