સુપ્રીમ કોર્ટે કર્ણાટકને 1200 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં કોઈ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સાથોસાથ કોર્ટે દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ પણ આપ્યો છે અને કહ્યું કે કેન્દ્ર સરકારે આવી સ્થિતિ ન સર્જવી જોઈએ કે આપણે કડક વલણ અપનાવવું પડે. ઓક્સિજન સપ્લાય મામલે કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આજરોજ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ હતી. કેન્દ્રએ સુપ્રિમ કોર્ટમાં રીટ પિટીશન કરીને કર્ણાટકને 1200 મેટ્રિક ટન ઓક્સિજન ફાળવવા કર્ણાટક હાઈકોર્ટે આપેલા આદેશ ઉપર મનાઈ હુકમ આપવા માંગ કરી હતી.