ગુજરાત ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચૂકાદો જાહેર કર્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે ફી નિયમન મુદ્દે કાયદો લાવવાનો સરકારને અધિકાર છે. શાળાઓ શિક્ષણ સાથે જોડાયેલી સુવિધાના આધારે ફી નક્કી કરી શકે અને શાળાઓ વધારાની સુવિધા માટે ચાર્જ નક્કી કરી શકે છે. સુપ્રીમકોર્ટના આ નિર્ણયથી ગુજરાતના વાલીમંડળોઓમાં નિરાશા વ્યાપી છે અને શાળા સંચાલકો ખુશ થયા છે.