સુપ્રીમ કોર્ટે ગુરુવારે બાળ યૌન શોષણના કેસોમાં સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે સગીર બાળકો સાથે થતા જાતીય અત્યાચારને મુદ્દે ચિંતા જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે આવા કેસની કાનૂની કાર્યવાહી માટે તમામ જિલ્લામાં એક વિશેષ અદાલત શરૂ કરવાના આદેશ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોર્ટ ઉભી કરવા ભંડોળ પુરૂ પાડવાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે.કોર્ટે કેન્દ્ર સરકારને ૬૦ દિવસની અંદર તમામ જિલ્લામાં આ હેતુસર વિશેષ અદાલતો ઉભી કરવા આદેશ કરતાં જણાવ્યું હતું કે જે જિલ્લામાં પોક્સો સંલગ્ન ૧૦૦થી વધુ કેસ હોય ત્યાં અલગ અદાલત ઉભી કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે એમ પણ ફરમાવ્યું હતું કે પોક્સો હેઠળ નોંધાયેલા કેસમાં રાજ્યોના મુખ્ય સચિવ તે સુનિશ્ચિત કરે કે ફોરેન્સિક રીપોર્ટ સમયસર ફાઇલ થાય. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ બાળકોના યૌન શોષણ કેસમાં તપાસ, સુનાવણી અને કેસનો ઝડપથી પતાવવાને મુદ્દે થતા વિલંબને મુદ્દે ચિંતા જાહેર કરી હતી.