આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને ખત્મ કરવાના સરકારના નિર્ણયને પડકારવાના મામલામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠ 11 જુલાઈએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ આ સુનાવણી કરશે