આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના નેતા પવન પાંડેએ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ પર અયોધ્યામાં જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો કર્યાના બીજા દિવસે કોંગ્રેસ સહિત વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે અને સુપ્રીમ કોર્ટના નિરિક્ષણમાં આ બાબતની તપાસ કરવા માગણી કરી છે. બીજીબાજુ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રામ મંદિર હિન્દુઓ માટે આસ્થાનો વિષય છે. તેથી ન્યાસ ટ્રસ્ટે આ આરોપો અંગે ખુલાસો આપવો જોઈએ. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ આ મુદ્દે બોલવું જોઈએ.