ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને બળાત્કારના વીડિયોને ઓનલાઈન અપલોડ કરવા અંગે સરકાર હંમેશાથી ખૂબ જ કડક રહી છે. આપને જણાવી દઈએ કે હવે સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ મેટા અને માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર સહિત અન્ય કંપનીઓને કંપ્લાયંસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે કેન્દ્ર આ મામલામાં વહેલી તકે વિગતવાર રિપોર્ટ દાખલ કરે.