સુપ્રીમ કોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની પાસે થઇ રહેલી તોડફોડને અટકાવી દીધી છે. હાલ જે સ્થિતિ છે તેને જાળવી રાખવાનો પણ આદેશ આપ્યો છે. હાલમાં રેલવે તરફથી મંદિરની પાછળના ભાગેથી ગેરકાયદે બાંધકામોને હટાવવામાં આવી રહ્યા છે. રેલવેની ડિમોલિશન ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૧૦૦ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. હવે આ તોડફોડ પર સુપ્રીમે રોક લગાવી દીધી છે.