સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સ્વૈચ્છિક સંગઠન (એનજીઓ)ને દિલ્હી હાઇકોર્ટના આદેશ સામે અપીલ કરવાની મંજૂરી આપી હતી. આ અપીલમાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાના ૩મી જુલાઈના રોજ તેમની નિવૃત્તિના ચાર દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશ્નરના સ્વરૂપમાં તેમની નિમણૂકને પડકારવામાં આવી છે.
ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને એ એસ બોપન્નાની બેન્ચે જણાવ્યું હતું કે તે એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અને તેની અપીલ પર 26 નવેમ્બરે સુનાવણી કરશે. એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (સીપીઆઇએલ) તરફથી રજૂ થયેલા અરજદાર પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે કોર્ટે ૨૫ ઓગસ્ટના રોજ અસ્થાનાની નિમણૂક સામે દાખલ કરવામાં આવેલી તેમની અરજી પડતર રાખી હતી અને દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે તે આ પ્રકારની અરજી પર વહેલામાં વહેલી તકે નિર્ણય કરે.