સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા લગ્ન સમારંભ (Wedding Ceremony) અને સભાઓને (Meetings) મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે સંક્રમણ વધવા છતાં આપેલી છૂટછાટો અંગે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કોરોનાની સ્થિતિ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)થી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ છે. કોર્ટે દિલ્હી સરકારથી કહ્યું કે, તેઓ કોરોના નિયંત્રણના પગલાંઓ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે. કોર્ટે મહારાષ્ટ્રમાં પણ કોરોનાને કારણે ખરાબ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે વધુમાં કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ખુબજ ખરાબ છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સહિત તમામ રાજ્યોને કહ્યું છે કે, કોરોના પર નિયંત્રણના પગલાંને લઇને રિપોર્ટ દાખલ કરે.