રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે આગામી થોડા મહિનામાં ચુકાદો આવવાની અપેક્ષા છે. બુધવારે CJI રંજન ગોગાઈએ તમામ પક્ષકારોને તેમની દલીલ પુરી કરવા વિશે પૂછ્યું. કહેવાય છે કે 18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂરી થઈ શકે છે અને ટૂંક સમયમાં આ મામલામાં કોઈ મોટો ચુકાદો આવી શકે છે.