સોમવારે સુપ્રીમ કોર્ટે VVPAT સ્લિપ સંબંધિત એક કેસની સુનાવણી કરી હતી. જેમાં VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગવામાં આવી હતી. કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે.હાલના સંજોગોમાં પસંદગીના કોઈપણ 5 ઈવીએમનું વેરિફિકેશન VVPAT સ્લિપ દ્વારા કરવામાં આવે છે. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારને એ જોવાની મંજૂરી આપે છે કે તેનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં.
VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગ સાથે સામાજિક કાર્યકર અરુણ કુમાર અગ્રવાલે અરજી દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલની અરજી પર ચૂંટણી પંચ (EC) અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે, જેની સુનાવણી 17 મેના રોજ થશે.