દિવસે ને દિવસે સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાનાં કેસને લઇને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારનાં સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, “દેશભરમાં કોરોના ટેસ્ટનો એક જ ભાવ હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ક્યાંક 2200 રૂપિયા લેવામાં આવે છે તો કોઇ રાજ્યમાં 4500 રૂપિયા લેવાય છે. એવામાં કોરોના ટેસ્ટનો એક જ ભાવ હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું કે, આપ અપર રેટ નક્કી કરો. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કોરોનાની સારવાર કરનારી હોસ્પિટલોમાં વોર્ડમાં CCTV પણ લગાવવાનું કહ્યું. આગામી સુનાવણી 8 જુલાઇનાં રોજ થશે.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “ભાવ નક્કી કરવા માટે કમિટી હોવી જોઇએ. હોસ્પિટલોમાં એક ટીમનું રેગ્યુલર ઇન્સપેક્શન હોય અને હોસ્પિટલોમાં CCTV લગાવવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટને દિલ્હી સરકારનાં વકીલે કહ્યું કે, ડૉક્ટર વિરૂદ્ધ ફરિયાદ પરત લેવામાં આવી છે. એ દરમ્યાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનાં વકીલને કહ્યું કે, તેઓ તપાસ કરે કે અંસલ બ્રધર્સે ઉપહાર કેસમાં દંડ તરીકે 60 કરોડ રૂપિયા ટ્રૉમા સેન્ટર બનાવવા માટે જે ડિપોઝીટ કર્યું હતું તેનું શું થયું. કોર્ટે તમામ રાજ્યોને આ મામલામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું અને આગામી સુનાવણી 8 જુલાઇ નક્કી કરી દીધી છે.”