સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, નોટબંધીમાં કોઈ ગડબડી નથી. સરકારના આ પગલાથી રાતોરાત 10 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કેન્દ્રને મોટી રાહત મળી છે.