સુપ્રીમકોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 1998ના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી.