સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ઓબીસી અનામત મામલા અંગે સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે ધર્મના આધારે અનામત ના આપી શકાય, અનામતનો આધાર ધર્મ ના હોઇ શકે. બંગાળમાં ૨૦૧૦માં ૭૭ સમુદાયને ઓબીસીમાં સમાવાયા હતા, જેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજના છે. કલકત્તા હાઇકોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો હતો, જેને બંગાળ સરકારે સુપ્રીમમાં પડકાર્યો છે. બંગાળ સરકાર વતી હાજર કપિલ સિબલે નિર્ણયનો બચાવ કર્યો હતો બાદમાં સુપ્રીમે કહ્યું હતું કે અનામત ધર્મના આધારે ના આપી શકાય.