સુપ્રીમ કોર્ટે મંગળવારે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
આ આદેશ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આપ્યો હતો. બેન્ચ વતી આદેશ આપતા જસ્ટિસ મહેતાએ કહ્યું કે કોર્ટ અરજદાર સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી.