કેન્દ્રની પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા યોજનાને પડકારતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાલ આ યોજના પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, કોરોના કોઇ કામ થવા દઇ રહ્યો નથી. આ મામલામાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. સાથે જ કોર્ટે જણાવ્યુ કે, આવી જ એક અરજી પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તેથી અરજીકર્તા અરજીમાં સુધારો કરે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યુ કે, જો નવી સંસદ બની રહી છે તો વિરોધ કેમ?
સેન્ટ્રલ વિસ્ટામાં સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, ઉત્તર અને દક્ષિણ બ્લોકની ઇમારતો, જેવા મહત્વૂપૂર્ણ મંત્રાલયો અને ઇન્ડિયા ગેટ જેવી પ્રતિષ્ઠિત ઇમારત છે. કેન્દ્ર સરકાર એક નવું સંસદ ભવન, એક નવું આવાસીય પરિસર બનાવીને તેનો પુન:વિકાસ કરવાનો પ્રસ્તાવ કરી રહી છે જેમા વડાપ્રધાન અને ઉપરાષ્ટ્ર્પતિ સિવાય ઘણા નવા કાર્યાલય ભવન હશે.