સુપ્રીમ કોર્ટે મંગળવારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ( SC/ST) એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડને અટકાવવાના નિર્ણય વિરુદ્ધ સરકારની પુનર્વિચાર અરજી પર નિર્ણય સંભળાવ્યો છે. ત્રણ જજોની બેંચે ગત વર્ષે આપવામાં આવેલા બે જજોની બેંચના નિર્ણયને રદ કરી દીધો છે. જણાવી દઈએ કે અગાઉ 20મી માર્ચ 2018એ સુપ્રીમ કોર્ટે એક્ટમાં કેસ કર્યા પછી કોઈ પણ તપાસ વગર તાત્કાલિક ધરપકડની જોગવાઈને અટકાવી હતી.