૩ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના વિવિધ એન્ટ્રી પોઇન્ટ પર ખેડૂતોના ચક્કાજામને દૂર કરાવવાની માગ કરતી અરજીઓ પર બુધવારે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સમાધાનનો રસ્તો અપનાવવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણિયનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓ મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે અદાલત સરકાર, ખેડૂત સંગઠનો અને અન્ય સ્ટેક હોલ્ડર્સની સમિતિની રચના કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અરજકર્તાઓને ખેડૂતોને પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપતાં ગુરુવારે વધુ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.