સુપ્રીમ કોર્ટે (supreme Court) શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને (RBI) બેંકોમાં લોકર (Bank Locker) સુવિધા વ્યવસ્થાપન અંગે 6 મહિનામાં નિયમો બનાવવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે બેન્કો તેમના ગ્રાહકોને બેંક લોકર સેવાથી દૂર કરી શકશે નહીં. જસ્ટિસ એમ.એમ. શાંતાનાગૌડર અને જસ્ટિસ વિનીત સરનની ખંડપીઠે કહ્યું કે વૈશ્વિકરણની સાથે સામાન્ય લોકોના જીવનમાં બેન્કિંગ સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લોકો ઘરો પર રોકડ, ઘરેણાં વગેરે રાખવા અંગે અનિચ્છા બતાવે છે, કારણ કે આપણે ધીમે-ધીમે કેશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ. તેથી, બેંકો દ્વારા પ્રદાન થયેલ લોકર એક આવશ્યક સેવા બની ગઈ છે. આ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકો તેમજ વિદેશી નાગરિકો મેળવી શકે છે. તેમ છતાં ઇલેક્ટ્રોનિક સંચાલિત લોકર માટે એક વિકલ્પ છે, પરંતુ અમુક લોકો તેમાં ગડબડ પેદા કરી શકે છે. વળી, જો લોકો તકનીકી રીતે જાણકાર ન હોય તો આવા લોકરનું સંચાલન પણ તેમના માટે મુશ્કેલ છે.