કોરોના મહામારી દરમિયાન જામીન પર છૂટેલા કેદીઓને ૧૫ દિવસની અંદર આત્મસમર્પણ કરી દેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમઆર શાહ અને સીટી રવીકુમારની બેંચે કહ્યું હતું કે જે પણ અન્ડર ટ્રાયલ કેદીઓને કોરોના મહામારી સમયે ઇમર્જન્સી જામીન પર છોડવામાં આવ્યા છે તેઓએ જામીનની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવા છતા આત્મસમર્પણ નથી કર્યું.