સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ સમગ્ર કેસમાં તપાસ સમિતિની રચના કરવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતીય રોકાણકારોના રક્ષણ માટે તપાસ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોર્ટ તેના વતી એક સમિતિની રચના કરશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી છે. સમિતિમાં અન્ય સભ્યોમાં ઓ.પી. ભટ્ટ, જસ્ટિસ જે.પી. દેવધર, કે વી કામથ, નંદન નિલકની, શેખર સુંદરનનો સમાવેશ કરવામાં આવશે.