સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન કેન્સલ કરાયેલી એર ટિકિટ માટે એરલાઇન્સ કંપનીઓએ પ્રવાસીઓને રિફંડની ચુકવણી કરવી પડશે. જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે એર ટિકિટના રિફંડ અંગે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની ભલામણોને માન્ય રાખી હતી અને ક્રેડિટ શેલ સ્કીમને મંજૂરી આપી હતી જે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી માન્ય ગણાશે. આ આદેશ લોકડાઉન દરમિયાન બુક થયેલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટિકિટને લાગુ થશે. જે પ્રવાસીઓએ ટ્રાવેલ એજન્ટ મારફતે ટિકિટ બુક કરાવી હોય તેઓ એકવાર ટ્રાવેલ એજન્ટના ખાતામાં રિફંડની રકમ જમા થયા બાદ પોતાનું રિફંડ ટ્રાવેલ એજન્ટ પાસેથી મેળવી શકશે. લોકડાઉન દરમિયાન પ્રવાસ માટે બુક કરાયેલી ટિકિટના રિફંડ તાત્કાલિક ચૂકવી દેવાનાં રહેશે.