કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે માનવી પર જંતુનાશકોના છંટકાવ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વ હેઠળની બેન્ચે સરકારને આ દિશામાં પગલાં લેવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, જંતુનાશકોના છંટકાવથી માનવીને નુકસાન થઇ શકે છે તેવું સ્વીકાર્યા છતાં ટનલોના ઉપયોગ પર પ્રતિબંધ શા માટે નથી મૂક્યો.