કર્ણાટકમાં છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય કટોકટી હજી ત્રણ દિવસ ચાલશે. સત્તાધારી ગઠબંધનમાંથી કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ૩ વિધાનસભ્યોએ આપેલા રાજીનામાના પગલે ઊભી થયેલી રાજકીય કટોકટીમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધી ‘જૈસે થે’નો આદેશ આપતાં સ્પીકર રમેશ કુમાર હવે ૧૩ બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાં સ્વીકારી નહીં શકે અથવા તેમને ગેરલાયક પણ ઠરાવી નહીં શકે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની ડિવિઝન બેન્ચ હવે આ કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરશે.