કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચોમાસુ સત્રમાં ઘડાયેલા ૩ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારતી સંખ્યાબંધ અરજીઓ પર આદેશ જારી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ત્રણેય કૃષિ કાયદાનો અમલ સ્થગિત કરી દીધો હતો. ભારતના ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણિયનની બેન્ચે જણાવ્યું હતું કે, અમે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા ગતિરોધનો અંત એક સમિતિના માધ્યમથી લાવવા માગીએ છીએ. સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓની ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ બી એસ માન, મહારાષ્ટ્ર શેતકારી સંગઠનના પ્રમુખ અનિલ ધનવત, ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સાઉથ એશિયાના ડિરેક્ટર પ્રમોદ કુમારજોશી અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીનો સમિતિમાં સમાવેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વિવાદના ઉકેલ માટે ખેડૂત સંગઠનોને સમિતિ સમક્ષ જવા અને સહકાર આપવા અપીલ કરી હતી. સુપ્રીમે જણાવ્યું હતું કે, સ્થિતિનું સાચું ચિત્ર મેળવવા માટે અમે સમિતિની રચના કરી છે. અમે એવી દલીલ સાંભળવા ઇચ્છતા નથી કે ખેડૂતો સમિતિ સમક્ષ નહીં જાય. અમે આ વિવાદનો ઉકેલ લાવવા માગીએ છીએ. જો ખેડૂતો અનિશ્ચિત મુદત માટે આંદોલન ચાલુ રાખવા માગતા હોય તો તેઓ તેમ કરી શકે છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે, અમે અમારા માટે આ સમિતિની રચના કરી છે. જે લોકો વિવાદનો ઉકેલ લાવવા માગે છે તેઓ સમિતિ સમક્ષ આવે. આ સમિતિ કોઇ પ્રકારનો આદેશ જારી નહીં કરે કે ખેડૂતોને સજા નહીં કરે. સમિતિ ફક્ત સુપ્રીમ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. સમિતિએ આગામી બે મહિનામાં તેનો રિપોર્ટ અદાલતને સોંપી દેવાનો રહેશે. સમિતિની પહેલી બેઠક દિલ્હીમાં ૧૦ દિવસમાં યોજાશે.